YouTube વિશે
અમારું મિશન દરેકને પોતાનો એક અવાજ આપવાનું અને તેમને વિશ્વ બતાવવાનું છે.
અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો હક છે અને અમારી વાર્તાઓ મારફતે સાંભળવાથી, શેર કરવાથી અને સમુદાયનું નિર્માણ કરવાથી આ વિશ્વને એક વધુ બહેતર બનાવી શકાય છે.
અમારા સિદ્ધાંતો ચાર આવશ્યક સ્વાતંત્ર્યો પર આધારિત છે કે જે અમારો પરિચય આપે છે.
અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય
અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિને મુક્તપણે બોલવાનો, મંતવ્યો શેર કરવાનો, દિલખુલાસ સંવાદ યોજવાનો હક હોવો જ જોઇએ, તેમ જ સર્જનાત્મક સ્વતંત્રતા નવા વિચારો, શૈલીઓ અને શક્યતાઓ મેળવવામાં સહાયરૂપ બને છે.
માહિતીનું સ્વાતંત્ર્ય
અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિને માહિતી માટે સરળ, ખુલ્લો ઍક્સેસ હોવો જ જોઇએ અને વિડિઓ એ એક શિક્ષણ અને સમજદારી કેળવવાની તેમ જ દુનિયાની દરેક નાની મોટી ઘટનાઓની નોંધ લેવા માટે એક અતિ શક્તિશાળી માધ્યમ છે.
અવસરનું સ્વાતંત્ર્ય
અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિને પ્રતિષ્ઠા મેળવવાનો, વ્યવસાય ઉભા કરવાનો અને તેના પોતાના દમ પર સફળ થવાનો મોકો મળવો જ જોઈએ, તેમ જ લોકો—નક્કી કરે કે શું લોકપ્રિય છે—નહીં કે રખેવાળ.
સંબંધોનું સ્વાતંત્ર્ય
અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિને સમુદાયનું સમર્થન મેળવવાનો, એકબીજા સાથે વિચારો શેર કરવાનો, અપાર પ્રગતિનો અને એકસરખી રુચિઓ તેમ જ ઉત્સાહ શેર કરવાનો મોકો પ્રાપ્ત થવો જ જોઈએ.